September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્‍વંશ કરીને નવિન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ધાર્યા કરતા ઝડપી રીતે ચાલી રહેલી કામગીરી થકી પુલનો પૂર્વ હિસ્‍સો એટલે કે સરકીટ હાઉસ સુધીનો હિસ્‍સો પુર્ણતઃ તોડી પડાયો છે. જોર શોરથી પુલ તોડવાની કામગીરી જોતા પુલ તેની સમય અવધી દોઢ વર્ષમાં તૈયાર થવાની વકીગણી શકાય એવુ લાગી રહ્યું છે.
વાપી પૂર્વ-પશ્ચિમ અને સેલવાસ-વાપી-દમણને જોડતો રેલવે ફલાય ઓવર બ્રિજ વાપીની હાર્ટલાઈન છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્‍નો થકી વાપીને નવિન રેલવે ફલાય ઓવરબ્રિજ સાંપડયો છે. તેમજ નવિન પુલ બનાવવાની કામગીરી યુધ્‍ધના દોરણે ચાલું પણ છે. નવિન પુલ બનાવતા પહેલા જુના પુલને ધ્‍વંશ કરવાની કામગીરી વાસ્‍તવિક રીતે પડકાર શમી હતી તેમ છતાં આ પડકારને ઝીલી પુલ બનાવનાર કંપનીની તાંત્રિત તાકાત થકી સફળતા મેળવી રહી છે. થોડાક જ સમયમાં પુલ ધ્‍વંશ થઈ ચૂક્‍યો હતો. નવિન પુલ પણ એટલી જ ઝડપથી બને તે માટે સરકીટ હાઉસ નજીક નવિન પિલ્લરનું કામકાજ પણ શરૂ થઈ ચૂક્‍યું છે. તેથી પુલ તેની સમય મર્યાદામાં એટલે કે દોઢ વર્ષમાં બની શકે છે. પુલ તૈયાર થઈ ગયા પછી વાપીની ટ્રાફિક સમસ્‍યામાં મોટી સફળતા મળે એમ છે કારણ કે નવિન પુલની ડિઝાઈન અનેક સુવિધા પ્રદાન કરનાર છે.

Related posts

ચીખલીમાં કોંગ્રેસની આગેવાનીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્‌ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા કરેલી માંગ

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

vartmanpravah

Leave a Comment