January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

અજાયબ ઘટના સમુહલગ્નમાં એ ઘટી હતી કે લગ્નવેદીમાં પિતા-માતા-પૂત્રીના એક સાથે લગ્ન થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારના નડગધરી ગામ તદ્દન અનોખો સમુહલગ્ન સમારોહ ગતરોજ યોજાયો હતો. જેમાં 97 જોડાઓએ પોતાના સંતાનોની હાજરીમાં લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
ધરમપુર-મહારાષ્‍ટ્રની બોર્ડરમાં વસતા આદિવાસી સમુદાયો પરંપરાગત રીત-રિવાજો અને સામાજીક વહેવારો આજ સુધી નિભાવી રહ્યા છે. આ વિસ્‍તારના યુવક-યુવતિના પરિવારની સંમતિથી પ્રથમ ચાંદલાવિધિ કરી દેવાય છે. અને યુવક-યુવતિ સાથે રહેવાનું શરૂ કરી દેતા હોય છે તેથી સ્‍થાનિક આગેવાનો દ્વારા આર્થિક સ્‍થિતિના કારણે લગ્નવિધિ ના કરી શકેલા જોડાઓનો નડગધરી ગામે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 97 જોડાઓના શાષાોક્‍ત રીતે પોતાના બાળકોની હાજરીમાંલગ્નવિધિ સંપન્ન કરાઈ હતી. તેમજ બાળકોએ માતા-પિતાને આશિર્વાદ પણ આપ્‍યા હતા. સામાન્‍ય સમાજથી આ એકદમ નોખી-અનોખી પરંપરા આજે પણ ધરમપુર-કપરાડાના આદિવાસી સમુદાયમાં ચાલી રહી છે. આ સિવાય આદિવાસીઓના તહેવાર રીતરીવાજો અનેક રીતે જુદા તરી આવે છે. તેઓ તેમની સંસ્‍કૃતિનું જતન કરવા માંગે છે અને થઈ પણ રહ્યું છે. આ સમુહલગ્ન અજાયબ ઘટનાએ ઘટી હતી કે એક જ લગ્નવેદી ઉપર માતા-પિતા-પૂત્રી-જમાઈના પણ સાથે લગ્ન થયા હતા.

Related posts

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

દમણઃ ભીમપોર કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ ભીમપોર હાઇસ્‍કૂલના મેદાન ઉપર યોજાયો

vartmanpravah

Leave a Comment