July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા નવસારી, મગરવાડા, પડઘે (મહારાષ્‍ટ્ર) હાઈટેન્‍શન ટાવર લાઈન નાંખવાના સર્વે બાદ ખેડૂતોને ભારે નુકસાન થનાર હોવાથી ઉદવાડામાં વલસાડ જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયે નવી હાઈટેન્‍શન લાઈનના વિરોધમાં નવસારી-વલસાડ તથા દમણ વિસ્‍તારનાખેડૂતો એકત્રિત થયા હતા અને લડત આપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.
સરકાર દ્વારા આડેધડ એચ.ટી. લાઈન નાંખવાથી વલસાડ જિલ્લાના જૂજવા, રાબડા, બિનવાડા, સુખેશ, કુંભારીયા, ધુવા, ઝરોલી વિગેરે ગામોના ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થનાર છે. ચિકુ, આંબાના વૃક્ષો જે ખેડૂતોની આજીવિકા છે તેનું નિકંદન નવીન એચ.ટી. લાઈનથી થવાનું હોવાથી ઉદવાડા ખાતે જિલ્લા કિસાન સંઘની મિટિંગ યોજાઈ હતી.
સંઘના પ્રમુખ શ્રી શશીકાન્‍તભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ વિકાસના નામે ખેડૂતોને ખેતી વિહોણા કરી રહી છે. પાવરગ્રીડ એ કોઈપણ જાહેરાત વગર નવસારીથી બે લાઈન મહારાષ્‍ટ્ર તરફ જનાર છે તેમાં એક નાનાપોંઢાથી પસાર થનાર છે. બીજી વલસાડ, દમણ, ઉમરગામ વિસ્‍તારમાંથી પસાર થનાર છે. તે સંદર્ભે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી. ખેતી સર્વે, માપણીનું કામકાજ કર્યા સિવાય પાવરગ્રીડની કામગીરી સામે જિલ્લાના ખેડૂતોએ બાંયો ચઢાવી છે.

Related posts

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

vartmanpravah

Leave a Comment