Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં મરચાની ખેતીમાં જીવાત મુદ્દે બાગાયત ખાતાની ટીમે તપાસ કરી ખેડૂતોને સૂચનો કર્યા

બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતોઃ નાયબ બાગાયત નિયામક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ઉમરગામ તાલુકામાં મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતના ઉપદ્રવની તપાસ માટે વલસાડ જિલ્લા બાગાયત ખાતાની કચેરીના અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા. ત્‍યાં મરચાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સ્‍થળ મુલાકાત દરમ્‍યાન મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતો તેમ છતાં ખેડૂતોને મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટેના પગલાં જણાવ્‍યા હતા.
નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને જણાવ્‍યું કે, અન્‍ય શાકભાજી પાક સાથે પાકની ફેરબદલી કરવી જેનાથી જીવાંત કાયમી રહેણાંક થાય નહી. ગલગોટા કે અગાથીનું આંતરપાકમાં વાવેતર કરવું. વધારે પ્રમાણમાં ઉપદ્રવ જણાય ત્‍યારે પીળાઅને સફેદ સ્‍ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો. નીમ ઓઈલ 1000 પીપીએમ (2 મીલી/લી.)નો છંટકાવ કરવો. સંકલિત જીવાત પોષણ વ્‍યવસ્‍થાપનનો ઉપયોગ કરવો અને કળષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મરચાની ફૂલ અવસ્‍થાએ સ્‍પાયનેટોરમ (10 મીલી/10 લી) અથવા ટોલફેન પાયરાઈસ 15 ઈસી 20 મીલી/10 લી. અસરકારક નિયંત્રણ માટે છંટકાવ કરવો. આમ રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપર જણાવેલા પગલા લઈ ખેડૂતો મરચાની ખેતીમાં શરૂઆતથી જ કાળજી લઈ શકે છે એવું વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

Leave a Comment