June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્‍લેક ડાયમંડ સ્‍ટોન એન્‍ટરપ્રાઈઝ ક્‍વોરીની પથ્‍થરની ખાણમાં શ્રમિકો પથ્‍થરની ભેખડ ઉપર બ્‍લાસ્‍ટિંગ કરવા માટે હોલ ભરતા હતા તે દરમ્‍યાન સવારના સાડા દસેક વાગ્‍યાના અરસામાં અચાનક ઉપરથી મોટા પથ્‍થરો ધસી આવતા દબાઈ જતા મંગુભાઈ છનાભાઈ પટેલ (રહે.દેગામ ઘોડિયાવાડ કુંવાધોલ ફળીયા તા.ચીખલી) તથા રતિલાલ મનુભાઈ પટેલ (રહે.દેગામ ધોડીયાવાડ તા.ચીખલી) એમ બે ના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. આ ઉપરાંત દેગામઘોડિયાવાડના નટુભાઈ ભીમભાઈ પટેલ ઈજાગ્રસ્‍ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગેની જાણ રાજેશ જીવણભાઈ પટેલ (રહે.દેગામ ધોડિયાવાડ તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment