Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.20: ચીખલી તાલુકાના મજીગામમાં છાપરા ફળિયામાં નેશનલ હાઈવેને અડીને મજીગામના રાજા મંડળ દ્વારા છેલ્લા 56 વર્ષથી ગણેશોત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે. મજીગામના રાજાની મૂર્તિ અને આગમન યાત્રાનું વિશેષ આકર્ષણ હોય છે. ચાલુ વર્ષે પણ સિંહાસન સાથેની 26 ફૂટની ગણેશજીની ઊંચીપ્રતિમાની જાણીતા ડી.જે. બેન્‍ડના સથવારે નીકળેલ આગમન યાત્રામાં હજ્‍જારો લોકો ઉમટી પડયા હતા. વાજતે ગાજતે નીકળેલ આ આગમન યાત્રામાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિતના અનેક આગેવાનો જોડાયા હતા.
મજીગામના રાજામાં વિશેષ આસ્‍થા ધરાવતા ખેડૂત શ્રી દેવાભાઈ મંગાભાઈ પટેલના પરિવાર દ્વારા સ્‍થાનિક યુવા આગેવાન શ્રી જીગાભાઈ, શ્રી કેનિલભાઈ સહિતના અનેક સ્‍થાનિક ગણેશ ભક્‍તોની ઉપસ્‍થિતિમાં ચાર કિલો ચાંદીના વજનવાળા સોનાનો ઢોળ ચઢાવેલ રૂા.4.25 લાખની કિંમતના બે પગ અર્પણ કરવામાં આવતા ગણેશ ભક્‍તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. મજીગામના રાજાની આરતીમાં પણ સ્‍થાનિક ઉપરાંત આસપાસના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ગણેશ મહોત્‍સવમાં સોના-ચાંદીના વરખવાળા પગની ભેટ અર્પણ કરવા માટે મજીગામના રાજા મંડળ દ્વારા દાતા પરિવાર શ્રી દેવાભાઈ પટેલ સહિતના પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આ ગણેશ મંડળ દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજવાનું આયોજન હાથ ધરાયું હતું.

Related posts

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

Leave a Comment