June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફોર્ટીશેડ કંપની નજીક ખુલ્લા મેદાનમાંજુગાર રમતા પાંચ જુગારિયા ઝડપાયા

પોલીસે રેડ કરી જુગારીયા પાસેથી 10 હજાર રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને જેલ ભેગા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારના ફોર્ટીશેડની એક કંપની પાસે આવેલ ખુલ્લી જગ્‍યામાં આજે જી.આઈ.ડી.સી. પોલીસે રેડ કરીને જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જી.આઈ.ડી.સી. પોલીસને મળેલી ચોક્કસ બાતમી બાદ 40 શેડમાં આવેલ ડાલમીયા કંપની નજીક રેડ કરી હતી. ઘટના સ્‍થળે રામુ બાલુરામ પાલ રહે.નાસિક, મહારાજ શ્રીપાલ રાજ રહે.વાપી, સંજય કેશવભાઈ હરિજન રહે.છરવાડા વાપી, રાજેન્‍દ્ર રામસિંહ રહે.ચણોદ અને હરદેવ લોટુરામ ગોડ રહે.નાસિક નામના પાંચ ઈસમોને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે દાવ અને અંગ ઝડતી મળી કુલ રોકડા રૂા.10,020 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. તમામ આરોપી વિરૂધ્‍ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી જેલભેગા કરાયા હતા.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

કુપોષણ મુક્‍ત નવસારી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

Leave a Comment