October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

  • દમણની સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના 200થી વધુ વિદ્યાર્થીઓએ લીધેલો હિસ્‍સોઃ ચિત્રકળા, કાવ્‍યગાન, વેશભૂષા, પોસ્‍ટર ચિત્રકળા, માટી કળા, ગીત, સમૂહ નૃત્‍ય સહિતની કળાઓનું વિદ્યાર્થીઓએ કરેલું પ્રદર્શન
  • ભારતની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત અને તેની વિવિધતા તથા દેશની વિવિધ સંસ્‍કૃતિ ભૂગોળ ભાષા ભોજન અને રીત-રિવાજોને સમજવા મળેલો અવસરઃ રંગોત્‍સવના માધ્‍યમથી ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી રાષ્‍ટ્રીય એકતાની ભાવનાને સુદૃઢ કરવાનો સાર્થક ઉદ્દેશઃ સહાયક શિક્ષણ નિર્દેશક રાજેશભાઈ હળપતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8ની દરેક સરકારી સ્‍કૂલના બાળકોની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાને નિખારવા માટે સંઘપ્રદેશમાં પહેલી વખત સમગ્ર શિક્ષણ અંતર્ગત ‘રંગોત્‍સવ-2022-23’નો મોટી દમણના શિક્ષણ સદનના સભાખંડમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના 200થી વધુ વિદ્યાર્થીઓએ આ રંગોત્‍સવમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિતરીકે ઉપસ્‍થિત રહેલા સહાયક શિક્ષણ નિર્દેશક (વહીવટ) શ્રી રાજેશભાઈ જે. હળપતિએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્‍થિત મહાનુભાવોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, ભારતની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત અને તેની દરેક વિવિધતા અને દેશની વિવિધ સંસ્‍કૃતિઓ, ભાષા, ભૂગોળ અને ભોજન તથા રીત-રિવાજોને સમજવા માટે રંગોત્‍સવનું આયોજન આવકારદાયક છે. તેમણે એક ભારત, શ્રેષ્‍ઠ ભારતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રંગોત્‍સવના માધ્‍યમથી રાષ્‍ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ હાંસલ થઈ શકે છે.
આ પ્રસંગે સહાયક શિક્ષણ નિર્દેશક(એકેડેમિક) શ્રી પરિતોષ શુક્‍લાએ પોતાના સમાપન વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર શિક્ષણ અંતર્ગત આયોજીત રંગોત્‍સવ દ્વારા શિક્ષણ મંત્રાલયે આપણને આપણાં બાળકોની અંદર છૂપાયેલ કલાત્‍મક પ્રતિભાને ઉજાગર કરી જીવનમાં કળાની સાથે આગળ વધવા માટે આ અવસર પ્રદાન કર્યો છે.
પ્રાથમિક વિભાગમાં ચિત્રકળા પ્રદર્શનમાં સરકારી પ્રાથમિક શાળા મરવડ, વેશભૂષામાં સરકારી પ્રાથમિક શાળા રીંગણવાડા, કાવ્‍યગાનમાં સરકારી પ્રાથમિક શાળા પરિયારી વિજેતા બની હતી. જ્‍યારે ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં પોસ્‍ટર ચિત્રકળા પ્રદર્શનમાં અંગ્રેજી માધ્‍યમ મોડેલ સ્‍કૂલ, માટી કળામાં રીંગણવાડા, ગીતમાં અંગ્રેજી માધ્‍યમ મોડેલ સ્‍કૂલ, સમર નૃત્‍યમાં કચીગામઅંગ્રેજી માધ્‍યમ વિજેતા બની હતી.
આ કાર્યક્રમમાં દમણ ન.પા.ના શિક્ષણ અધિકારી શ્રી યોગેશ મોડાસિયા, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ, દમણના શિક્ષણ અધિકારી (એકેડેમિક) શ્રી રાજેન્‍દ્ર મોહિલે, જિલ્લા પરિયોજના અધિકારી શ્રીમતી સ્‍મિતા થોમસ તથા અન્‍ય અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

Leave a Comment