Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કેન્‍દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથેના ઉષ્‍માભર્યા અંગત સંબંધોના કારણે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને હંમેશા મળી રહેલા લાભમાં એક ઔર ઉમેરો

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તાજેતરમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો.પ્રમોદ સાવંત સાથેની મુલાકાતનું હકારાત્‍મક પરિણામ આવ્‍યું છે અને ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના બાકી ભંડોળ પેટે રૂા.50 કરોડ પરત કરતા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની મુલાકાત ફળદાયી રહી હોવાની લાગણી પ્રગટ થઈ રહી છે.
અત્રે યાદ રહે કે, 2017-18માં ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડથી અલગ થઈ દમણ-દીવ કો-ઓપરેટિવ બેંક લિમીટેડે પોતાનો અલગ કારોબાર શરૂ કર્યો હતો. પરંતુ તે સમયે દમણ-દીવ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું ભંડોળ ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડ ઉપર બાકી રહ્યું હતું. આ મુદ્દે સમાધાન માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગોવા રાજ્‍ય સહકારી બેંકથી દમણ-દીવ રાજ્‍ય સહકારી બેંકના નિકળતા બાકી ભંડોળ ઉપર વાતચીત કરવામાં આવી હતી. જેમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પ્રશાસકશ્રીને આ મુદ્દે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્‍યું હતું. જેના અનુસંધાનમાં આજે રૂા.50 કરોડ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ગોવા બેંક દ્વારા ટ્રાન્‍સફર કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કેન્‍દ્રીયમંત્રીઓ અને વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથેના ઉષ્‍માભર્યા અંગત સંબંધોના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને હંમેશા લાભ મળી રહ્યો છે. જેના અનેક દૃષ્‍ટાંતો પણ મૌજૂદ છે.

Related posts

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: ઉભેલા ડમ્‍પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ

vartmanpravah

Leave a Comment