Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13: આજ રોજ ખેલ અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા શ્‍-14, શ્‍-17 અને શ્‍-19 ગર્લ્‍સ અને બોયઝ આર્ચરી (તિરંદાજી)નું ક્રિડા સંકુલ દીવ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. આર્ચરી માટે 10 મીટર, 20 મીટર અને 30 મીટર પ્રતિયોગિતાની સ્‍પર્ધા અને સિલેક્‍શન રાખવામાં આવ્‍યું હતું. જેમાં દીવ જિલ્લાની લગભગ દરેક વિદ્યાલયોમાંથી આશરે 85 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. દીવ જિલ્લાના ઈન્‍ચાર્જ સ્‍પોર્ટ્‍સ ઓફિસર એવમ આસિસ્‍ટન્‍ટ ફિઝિકલ એજ્‍યુકેશન ઓફિસર શ્રી મોરીના વરદ હસ્‍તે ઉદ્ધાટન કરી રમતનો પ્રારંભ કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે વરિષ્ઠ શારીરિક શિક્ષા શિક્ષક શ્રી આચાર્ય, શ્રીમતી પ્રફુલ્લાબેન, શરદ, નાનજી, વૈભવ સિંહ, જયંત, રમાકાંત, રમેશ તેમજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક વિદ્યાલય દીવના મદદનીશ શિક્ષિકા મનીષાબેન ઉપસ્‍થિત રહ્યા હતા. આર્ચરી માટે દરેક સાધન સામગ્રીની વ્‍યવસ્‍થા ગેલેક્ષીઅંગ્રેજી માધ્‍યમિક વિદ્યાલય શાળા (ફુદમ)ના શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી વૈભવ સિંહે કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો અને મીડિયા કર્મીઓ – ભારતીબેન, શ્રીમતિ વિજયાલક્ષ્મીબેન, ભૌમિકભાઈ તેમજ શકીલભાઈનો ખેલ વિભાગ વતી સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક વિદ્યાલય (કન્‍યા) શાળા વણાંકબારાના શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી નાનજીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

Leave a Comment