January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

ત્રણ ક્રેઈનની મદદથી ચાર કલાકની જહેમત બાદ ટ્રક હટાવાઈ :
હાઈવે ઉપર ટ્રાફિક જામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર આજે રવિવારે સવારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. બંધ પડેલી ટ્રક સાથે અન્‍ય ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયા બાદ કલાકો સુધી હાીવે જામની સ્‍થિતિ સર્જાઈ હતી. ત્રમ ક્રેઈનની મદદથી અકસ્‍માતગ્રસ્‍ત ટ્રક ચાર કલાકની જહેમત બાદ હટાવાઈ હતી. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર અમદાવાદ-મુંબઈ રોડ ઉપર હજીરાથી પાવડર ભરીને નિકળેલ ટ્રક નં.જીજે 16 એવી 7248 અચાનક બંધ પડી ગઈ હતી. પાવડર નરોલી-સેલવાસ ખાલી કરવા જઈ રહી હતી. પાછળથી ભરૂચથી બ્‍લિચિંગ પાવડર ભરેલ ટ્રક નં.જીજે 16 એવી 9704 બંધ પડેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત બાદ ટ્રાફિક પોલીસે ત્રણ ક્રેઈનની મદદથી અકસ્‍માત ગ્રસ્‍ત ટ્રકને ચાર કલાકની જહેમત બાદ હટાવી રોડ ખુલ્લો કર્યો હતો તે દરમિયાન હાઈવે ઉપર બે થી ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયોહતો.

Related posts

નવસારી વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે સભા સ્‍થળે 1 કિમીથી વધુ લંબાઈની બે વીજલાઈન નંખાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

vartmanpravah

વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ હેડ કવાટર્સમાં યોજાયો

vartmanpravah

Leave a Comment