Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કેન્‍દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથેના ઉષ્‍માભર્યા અંગત સંબંધોના કારણે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને હંમેશા મળી રહેલા લાભમાં એક ઔર ઉમેરો

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તાજેતરમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો.પ્રમોદ સાવંત સાથેની મુલાકાતનું હકારાત્‍મક પરિણામ આવ્‍યું છે અને ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના બાકી ભંડોળ પેટે રૂા.50 કરોડ પરત કરતા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની મુલાકાત ફળદાયી રહી હોવાની લાગણી પ્રગટ થઈ રહી છે.
અત્રે યાદ રહે કે, 2017-18માં ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડથી અલગ થઈ દમણ-દીવ કો-ઓપરેટિવ બેંક લિમીટેડે પોતાનો અલગ કારોબાર શરૂ કર્યો હતો. પરંતુ તે સમયે દમણ-દીવ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું ભંડોળ ગોવા રાજ્‍ય સહકારી બેંક લિમીટેડ ઉપર બાકી રહ્યું હતું. આ મુદ્દે સમાધાન માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગોવા રાજ્‍ય સહકારી બેંકથી દમણ-દીવ રાજ્‍ય સહકારી બેંકના નિકળતા બાકી ભંડોળ ઉપર વાતચીત કરવામાં આવી હતી. જેમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પ્રશાસકશ્રીને આ મુદ્દે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્‍યું હતું. જેના અનુસંધાનમાં આજે રૂા.50 કરોડ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ગોવા બેંક દ્વારા ટ્રાન્‍સફર કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કેન્‍દ્રીયમંત્રીઓ અને વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સાથેના ઉષ્‍માભર્યા અંગત સંબંધોના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને હંમેશા લાભ મળી રહ્યો છે. જેના અનેક દૃષ્‍ટાંતો પણ મૌજૂદ છે.

Related posts

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

Leave a Comment