August 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રાંત અધિકારી શ્રી અમિતભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, મામલતદાર રોશનીબેન સહિતની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના તજજ્ઞો દ્વારા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી, આરોગ્‍ય, કાનૂની સલાહ, સ્‍વબચાવવિગેરે મુદ્દાઓ પર વિસ્‍તાર માર્ગદર્શન આપી આઈસીડીએસની યોજનાઓ અંગે પણ માહિતગાર કરાયા હતા.
કિશોરીઓ દ્વારા પણ આઈસીડીએસની યોજનામાંથી મળતા લાભો વિશે તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણના વિષય પર વક્‍તવ્‍ય આપી પોષણનો ગરબો પણ રજૂ કર્યો હતો.
કિશોરીઓને પ્રોત્‍સાહિત કરવા માટે સ્‍પર્ધામાં વિજેતા કિશોરીઓને પૂર્ણાકપનું પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સેલ્‍ફી પોઈન્‍ટથી સેલ્‍ફી અને સિગ્નેચર પોઈન્‍ટ પર સિંગ્નેચર પણ કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાકીય સ્‍ટોલની પણ કિશોરીઓએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના તમામ ઘટકના સીડીપીઓ મધુબેન, સુદેશાબેન, શારદાબેન મુખ્‍ય સેવિકા રશ્‍મિબેન સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment