December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

વાપીની આઈ.જી.સી.એલ. કંપનીના યશસ્‍વી વર્ષની ઉજવણી અંતર્ગત વાપી પધારેલા કેન્‍દ્રિય મંત્રી : રાતા પાંજરાપોળનીપણ મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: કેન્‍દ્રિય પશુપાલન અને મસ્‍ત્‍ય ઉદ્યોગ કેબિનેટ મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા આજે વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા હતા. વાપીની જાણીતી કંપની આઈ.જી.સી.એલ.એ યશસ્‍વી 50 વર્ષ પૂર્ણ કર્યા તે બદલની ઉજવણીમાં ભાગ લેવા મંત્રીશ્રી રૂપાલાજી વાપી પધાર્યા હતા.
વાપી જી.આઈ.ડી.સી. પ્‍લોટ નં.1/એ માં કાર્યરત ઈન્‍ડિયા જીલેટીન એન્‍ડ કેમિકલ લી. દ્વારા ઉજવાયેલ સુવર્ણ જયંતિ મહોત્‍સવમાં મુખ્‍ય અતિથિ તરીકે પશુપાલન, મસ્‍ત્‍ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી ભારત સરકારના પુરુષોત્તમ રૂપાલા પધાર્યા હતા. આ ઔપચારિક મુલાકાતમાં તેઓએ વાપી સાથેના અનેક જુના સંસ્‍મરણો તાજા કર્યા હતા. વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ આર્થિક સેલ સંયોજક મહેશ ભટ્ટ, ઝેડ.આર.યુ.સી.સી. મેમ્‍બર અંબાલાલ બાબરીયા, ભાજપ મહામંત્રી સુધીર સાવલીયાએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાપી પધારેલા મંત્રીશ્રીને શ્રી અજીત સેવા ટ્રસ્‍ટ સંચાલિત રાતા પાંજરાપોળમાં પધારવા ટ્રસ્‍ટીશ્રી દેવેન્‍દ્ર જૈનએ આપેલ આમંત્રણનો સહર્ષ સ્‍વિકાર કરી પાંજરાપોળની બપોરે 4:00 કલાકે મુલાકાત લીધી હતી.

Related posts

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment