Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24 : દાદરા નગર હવેલીના દાદરા ગામે નહેર નજીકથી એકયુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ગત મહિને ગુમ થયેલ યુવાન અંગેના કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં આજે શુક્રવારે ફરી એક યુવાન ધર્મેન્‍દ્ર મોહતે (ઉ.વ.32) હાલમાં રહે દાદરા અને મૂળ રહેવાસી બિહારની દાદરા ગામમાંથી વહેતી નહેરના કિનારેથી લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેના ભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતા અને દાદરાની જ એક કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ બે-ત્રણ દિવસથી નોકરી પર જતા નહીં હતા અને રૂમમાં જ બેસી રહેતા હતા અને એના ભાઈને જણાવેલ કે હું ગામ જવાનો છું અને ત્‍યારબાદ ગુરૂવારના રોજ તેમના રૂમમાંથી ક્‍યાંક ચાલી ગયો હતો. આજે દાદરા ગામની નહેર નજીકથી એક યુવાનની લાશ પડેલી હોવાનું સ્‍થાનિકોએ જોતાં પોલીસને જાણ કરી હતી. ત્‍યારે આજુબાજુ તપાસ કર્યા બાદ જાણવા મળ્‍યું કે આ લાશ રૂમ ઉપરથી ચાલી ગયેલ ધર્મેન્‍દ્ર મોહતેની છે અને એના ભાઈને બોલાવી ઓળખ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે.

Related posts

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

Leave a Comment