Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બપોરના બે અઢી વાગ્‍યાના અરસામાં ખાનગી વાહનમાં વલસાડ એલસીબી પોલીસે પીછો કરી રહેલ હતી. તે પીકઅપ એચઆર-73-9375 ના ચાલકે ચીખલી અટગામ માર્ગ ઉપર મલિયાધરા ગામની સીમમાં સ્‍ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા આ પીકઅપ માર્ગની સાઈડે ગટરમાં ઉતરી પડતા અકસ્‍માત સર્જાયો હતો. જોકે ખેપીઓ ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડ્‍યો હતો. ઉપરોક્‍ત બનાવ ને પગલે સ્‍થળ ઉપર ચીખલી અને ખેરગામ પોલીસ મથકનો સ્‍ટાફ પણ ધસી ગયો હતો અને લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પીકઅપ ક્રેઇનની મદદ થી બહાર કાઢી હતી પરંતુ વલસાડ એલસીબીએ જે તે સમયે કબજો લેતા આ પીકઅપમાં કેટલી માત્રામાં દારૂનો જથ્‍થો હતો તે જાણી શકાયું ન હતું.
ચીખલી અટગામ માર્ગ ઉપર ઘેજ ગામે પોલીસ અને દારૂના વાહનોની રેસ લાગવાના અને અકસ્‍માત સર્જાવાના અગાઉ ત્રણેક જેટલા બનાવો બન્‍યા હતા. જેમાં એક બનાવમાં ડુંગરી પોલીસ મથકનો કોન્‍સ્‍ટેબલ સસ્‍પેન્‍ડ પણ થયો હતો. કોઈપણ જાતની નાકાબંધી કે બેરીકેટલગાવ્‍યા વિના આ રીતે દારૂના વાહનોની પાછળ દોડ મૂકવાના કારભારમાં સ્‍થાનિકો અને અન્‍ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસના ચરી ગામના એક વિવાદાસ્‍પદ ફોલ્‍ડર્યા સામે સ્‍થાનિકો દ્વારા ફરિયાદ કરી હોવા છતાં પોલીસને આ ફોલ્‍ડર્યાનો મોહ છૂટતો ન હોય તેમ આજના બનાવના સમયે પણ તે હાજર હોવાની ચર્ચા પ્રકાશમાં આવી હતી. ત્‍યારે સમગ્ર બાબતે પોલીસના ઉચ્‍ચ અધિકારી દ્વારા તપાસ થાય તે જરૂરી છે.
કોઈપણ બનાવ કે ફરિયાદમાં સામાન્‍ય માણસને હદ બતાવનાર પોલીસને પોતાને હદનો બાધ લાગતો નથી કે કેમ ? દારૂ ભરેલ પીકઅપનો જ્‍યાં અકસ્‍માત સર્જાયો હતો અને જ્‍યાંથી તેનો કબજો લેવાયો તે મલિયાધરા ગામ ચીખલી પોલીસની હદમાં આવે છે તેમ છતાં વલસાડ એલસીબી પોલીસે આ પીકઅપનો સ્‍થળ પરથી કબજો લીધો હતો. ત્‍યારે વલસાડ એલસીબી પોલીસ ગુનો નોંધશે તો ઘટનાનું સ્‍થળ કયું દર્શાવશે તે જોવું રહ્યું.

Related posts

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment