April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

મરવડ ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષભાઈ પટેલે પંચાયતના સભ્‍યો અને ગ્રામજનોની હાજરીમાં રસ્‍તાના ડામર કામની કરાવેલી શરૂઆતઃ લોકોને થનારી મોટી રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે સંઘપ્રદે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની મરવડ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તરણ હેઠળ સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મરવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ અને ઉપર સરપંચ શ્રી સતિષભાઈ પટેલે સત્‍યસાગર ઉદ્યાનથી લઈ ગંગામાતા રોડ સુધીના માર્ગના ડામર કરવાના કામનો વિધિવત પ્રારંભ કરાવ્‍યો હતો.
આ અવસરે મરવડ ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી અશોક પટેલ, શ્રીમતી ચેતના પટેલ, શ્રી બલમ પટેલ, શ્રી પ્રવીણ પટેલ, શ્રી વિનોદભાઈ, શ્રીમતી વર્ષાબેન, શ્રી ઝાકીર હુસેન પીરવાલા તેમજ ગ્રામ પંચાયતનો સ્‍ટાફ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ રોડના નવનિર્માણથી આ વિસ્‍તારના લોકોને મોટી રાહત થશે એવી લાગણી પ્રગટ થઈ રહી છે.

Related posts

ચીખલીમાં કોંગ્રેસની આગેવાનીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્‌ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા કરેલી માંગ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

Leave a Comment