December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: દાદરા નગરહવેલીના મોરખલ ગામમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદાર તથા મહેસૂલ વિભાગની ટીમે લાલ આંખ કરી કાયદાકીય કાર્યવાહી કરતા માટી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના મોરખલ ગામે ગેરકાયદેસર માટી અને મોરમ ખનનની પ્રવૃત્તિ થઈ રહી હોવાની સેલવાસના મામલતદાર થતાં તેઓએ મહેસૂલ વિભાગની ટીમ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
જાણકારી મળતા મામલતદારની ટીમે મોરખલ ગામે કાર્યવાહી કરવા જઈ રહી હતી ત્‍યારે ગલોન્‍ડા પંચાયત ઘર નજીક મોરખલથી આવી રહેલ માટી અને મોરમ ભરેલ એક ડમ્‍પર ટ્રકને પકડી જપ્ત કરવામાં આવી હતી, ત્‍યારબાદ મોરખલ ગામે માટી મોરમનું ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલ એક ડમ્‍પર અને જેસીબી મશીન ઝડપી પાડવામાં આવ્‍યા હતા જેને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે જપ્ત કરવામાં આવી છે. દાનહ મહેસૂલ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર માટી ખનન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

Leave a Comment