October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: મજીગામના રાજુમામાં દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ચીખલીમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવ સફળતાપૂર્વક યોજવામાં આવી રહ્યો છે. હાલે મજીગામના વેલકમ પાર્ટી પ્‍લોટમાં વિશાળ લીલાછમ મેદાનમાં સુર સાગર ઓરકેસ્‍ટ્રા સાથે સુપ્રસિધ્‍ધ ગાયક મુકેશ પાલણના કંઠના જાદુ સાથે હજ્‍જારોની સંખ્‍યામાં યુવાધન મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી રહ્યું છે. આ દરમ્‍યાન મીડિયા કર્મી અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદાર દિપકભાઈ સોલંકી ઉપરાંત જ્‍યોતિન્‍દ્રભાઈ છોવાલા, ચીખલી તાલુકા પ્રેસ કલબના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ તથા મયુરભાઈ દેસાઈ, રુષ્‍યંત શર્મા, સ્‍નેહલ પટેલ, તરંગ નાયક સહિતના મીડિયા કર્મીઓએ આદ્યશક્‍તિ માઁ અંબાની આરતીમાં ભાગ લઈ માતાજીની પૂજા-અર્ચના કરી દર્શન કર્યા હતા. આ દરમ્‍યાન મુખ્‍ય આયોજક મજીગામના રાજુમામા તથા ભાજપના બક્ષીપંચ મોરચામાં જિલ્લાના ઉપપ્રમુખ સંજયભાઈ સમરોલી ઉપરાંત દિગ્નેશભાઈ, દિપક કાકુ, જીગાભાઈ, અશોકભાઈ, મીરા ફાર્મના મુકેશભાઈ સહિતના સાથીઓ દ્વારા મીડિયાકર્મીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન પત્રકાર દીપકભાઈ સોલંકીએ વર્ષોથી શ્રી જીનવરાત્રીના સફળ આયોજન માટે રાજુમામા સહિત અને સુપ્રસિધ્‍ધ ગાયક મુકેશભાઈ સહિતની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment