October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

કળીયુગમાં ભાગવત કલ્‍પવૃક્ષથી પણ વિશેષઃ સુપ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: દિલીપનગર ડેવલપમેન્‍ટએસોસિએશન દ્વારા આયોજીત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના બીજા દિવસે આજે સોમવારે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે સુખદેવજીના જન્‍મની કથાનું શ્રવણ કરાવતા જણાવ્‍યું હતું કે, કળીયુગમાં ભાગવત મહાપુરાણ કલ્‍પવૃક્ષથી પણ વિશેષ છે. કથા અર્થ ધર્મ કામની સાથે સાથે ભક્‍તિ અને મુક્‍તિ પ્રદાન કરાવી જીવને પરમ પદ પ્રાપ્ત કરાવે છે.
દિલીપનગર ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવતના બીજા દિવસે પરિક્ષિત સુખદેવની કથા અને વૈદિક મંત્રોની સાથે ભાગવત કથાનો આરંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે શ્રીમદ્‌ ભાગવત કથાનું મહાત્‍મ્‍ય સમજાવતા જણાવ્‍યું હતું કે, ભગવાન માનવને જન્‍મ આપતા પહેલાં કહે છે કે, એવું કર્મ કરવું જેથી બીજો જન્‍મ નહીં લેવો પડે. શ્રીમદ્‌ ભાગવત કથાને સાંભળવું દાન વ્રત તિર્થથી પણ વધીને છે. ભાગવતના શ્રોતાની અંદર જીજ્ઞાસા અને શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્‍મા દેખાતો નથી પરંતુ તે દરેકમાં વસે છે. આપણાં પૂર્વજો હંમેશા પૃથ્‍વીનું પૂજન અને રક્ષા કરી છે. તેના બદલામાં પૃથ્‍વીએ માનવનું રક્ષણ કર્યું છે.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

Leave a Comment