December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

  • ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ જ્‍યોતિબેન પંડયાએ દેશવ્‍યાપી શરૂ થયેલ સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની દમણમાં કરાવેલી શરૂઆત

  • સેલ્‍ફી વિથ લાભાર્થીથી જોડાવા, શિખવા, સાથે ચાલવા અને કલ્‍યાણકારી રાજકારણને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાની અને મહિલા સશક્‍તિકરણની ભૂમિકાને પણ ઝળહળતી કરવાની આ એક સ્‍વર્ણ યાત્રાઃ ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ જ્‍યોતિબેન પંડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: આજે રાષ્‍ટ્રીય સ્‍તરે ભાજપના મહિલા મોર્ચાના કાર્યકરો માટે શરૂ થયેલા સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમનો આરંભ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખાતે ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ શ્રીમતી જ્‍યોતિબેન પંડયાએ કરાવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રીમતી વનાથી શ્રીનિવાસનના નેતૃત્‍વમાં આજથી દેશવ્‍યાપી સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાની આગેવાની હેઠળ મહિલા મોર્ચા દ્વારા દમણ જિલ્લાના વિવિધ મંડળોમાં સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ શ્રીમતી જ્‍યોતિબેન પંડયાએ પોતાની ભાવવાહી શૈલીમાં જણાવ્‍યું હતું કે, દેશનાપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના યશસ્‍વી નેતૃત્‍વમાં અંત્‍યોદયના સિદ્ધાંત ઉપર દેશની પ્રગતિનો નવો અધ્‍યાય લખાઈ રહ્યો છે. જેમાં રાષ્‍ટ્રીય મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી વનાથી શ્રીનિવાસનના સફળ માર્ગદર્શન હેઠળ સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. જેનાથી જોડાવા, શિખવા, સાથે ચાલવા અને કલ્‍યાણકારી રાજકારણને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાની અને મહિલા સશક્‍તિકરણની ભૂમિકાને પણ ઝળહળતી કરવાની આ એક સ્‍વર્ણ યાત્રા છે.
ભાજપ મહિલા મોર્ચાની દરેક કાર્યકર બહેન પોતાના વિસ્‍તારમાં ઉજ્જવલા યોજના, આયુષ્‍માન કાર્ડ યોજના, જન ધન બેંક એકાઉન્‍ટ યોજના અને મફત શૌચાલય યોજનાઓના લાભાર્થીઓને મળશે અને તેમને સાથે સેલ્‍ફી લેવા માટે પ્રેરિત કરશે અને તેમના નામો યોજના જિલ્લા અને પ્રદેશની માહિતી વગેરે પણ અપલોડ કરવામાં આવશે. આ અભિયાન આવતા વર્ષ ફેબ્રુઆરી સુધી ચાલશે. દરેક કાર્યક્રમમાં મહિલા લાભાર્થીઓને સૌથી વધુ મહત્‍વ આપવામાં આવશે.
દમણ જિલ્લામાં આજે દુણેઠા, કચીગામ, પટલારા અને સોમનાથ મંડળ ખાતે સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મહિલા મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી દિપાલીબેન શાહ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, જિ.પં. સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ,જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, જિ.પં. સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ, દમણ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાળી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

Leave a Comment