October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

રસ્‍તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપર પુલ ઉપર હાઈવે આજથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પુલ સહિત રોડની હાલત ખરાબ હોવાથી મરામત માટે હાઈવે ઓથોરિટીએ હાઈવે બંધ કરીને ડાઈવર્ઝન અપાયું છે.
ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપરનો પુલ વાળો રસ્‍તો અતિશય જર્જરિત અને ખરાબ થઈ ગયો હોવાથી વારંવાર અકસ્‍માતો સર્જાતા હતા તેથી આજ મુંબઈ તરફ જતો હાઈવે બંધ કરી દેવાયો છે. આવતીકાલથી આ રોડની મરામત કરવાની હોવાથી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે સર્વિસ રોડ ઉપર ડાઈવર્ઝન અપાયુ છે તેમજ ઓથોરિટીએ ડાઈવર્ઝન સહિત વાહન ‘‘ધીમે હાંકો” ના સાઈન બોર્ડ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે હાઈવે ઉપર અમુક જગ્‍યાએ રોડ પણ ખરાબ છે તેની મરામતની કામગીરી પણ ત્‍વરીત હાથ ધરવી હતી.

Related posts

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડવા ગયેલ દાનહ એક્‍સાઈઝની ટીમ પર બુટલેગરોનો હુમલો

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

Leave a Comment