December 20, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશ પટેલની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ

શિક્ષણ વિભાગ શાળાના આચાર્ય અને ઈન્‍ચાર્જ આચાર્યો માટે ‘ગુડ ટચ- બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીમાં પાર્ટ ટાઈમ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત એક શિક્ષકની પોસ્‍કો એક્‍ટ હેઠળ ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પાર્ટ ટાઈમ ડ્રોઈંગ ઈન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે કાર્યરત અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલે વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરી ગેરવર્તન કરતો હોવાની ફરિયાદના આધારે મોટી દમણ કોસ્‍ટલ પોલીસે આઈપીસીની 354, 354એ, 354ડી, 509 આઈપીસી અને પોસ્‍કો એક્‍ટની કલમ 10 અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દમણ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા અલ્‍કેશકુમાર ભગુભાઈ પટેલને તેના કરાર આધારિત પદ ઉપરથી તાત્‍કાલિક ધોરણે બરતરફ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય તેમજ ઈન્‍ચાર્જ આચાર્ય માટે ‘ગુડટચ – બેડ ટચ’ વિશે જાગૃતિ લાવવા માટે જિલ્લા સ્‍તરીય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા કિસ્‍સાઓમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય અને ઝડપી કાર્યવાહી પણ થઈ શકે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી શૈક્ષણિક સંકુલમાં થતી કોઈપણ પ્રકારની બદપ્રવૃત્તિ સામે સંઘપ્રદેશ પ્રશાસનની હંમેશા ઝીરો ટોલરન્‍સની નીતિ રહી છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજ્‍ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ

vartmanpravah

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

Leave a Comment