Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં લાગેલી આગ સાત ફાયર ફાયટરોએ કલાકોની જહેમત ઉઠાવી બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નજીક આવેલ હાટીયાવાડ દમણ વિસ્‍તારમાં આવેલ એક પેકેજીંગ કંપનીમાં આજે શુક્રવાર બપોરે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાપીની તદ્દન પાસે આવેલ હાટીયાવાડ દમણ વિસ્‍તારમાં કાર્યરત શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં શુક્રવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી હતી. આગની ભિષણતામાં આખી કંપનીમાં આગ ફેલાઈ ચૂકીહતી. શ્રી ગણેશ પેકેજીંગ કંપનીમાં થર્મોકોલ બનાવવાનું ઉત્‍પાદન ચાલતું હોવાથી આગે વરવુ સ્‍વરૂપ પકડી લીધુ હતું. કાળા ડમ ધુવાડાના ગોટેગોટા વાતાવરણમાં જોવા મળી રહ્યા હતા. આગને લઈ આજુબાજુના વિસ્‍તારોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો. આગની જાણ બાદ વાપી-દમણ સહિતના સાત જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે દોડી પહોંચ્‍યા હતા. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લેવાયો હતો. આગની ઘટનામાં કોઈની જાનહાની થવા પામી નહોતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આગને લઈ કંપનીમાં લાખોનું નુકશાન થવા પામ્‍યું હતું.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

લાયન્‍સ કલબ વાપી આલ્‍ફા દ્વારા મોટાપોંઢા સ્‍કૂલમાં નોટબુક વિતરણ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

Leave a Comment