December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી ખાતે આવેલ પારડી હોસ્‍પિટલ છેલ્લા 15થી વધુ વર્ષોથી ધરમપુર તથા કપરાડાના અંતરિયાળ ગામોના દર્દીઓ તથા ગરીબ લોકોને તમામ પ્રકારની મેડિકલ સારવાર તથા ઓપરેશનો ફ્રીમાં કરી આપે છે.
આ વર્ષે પણ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન સંપૂર્ણ એક મહિનો કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામમાંથી આવતા ગરીબ દર્દીઓ તથા ઓપરેશન નહીં કરાવી શકેલ અને પીડા ભોગવતા લોકોને મોંઘા ગણાતા ઓપરેશન પણ ફ્રીમાં કરી આપી માનવતા મહેકાવી છે.
હાલમાં જ કપરાડાના નગર નામના અંતરિયાળ ગામમાં રહેતા એક યુવાનને અહીં દાખલ કરવામાં આવ્‍યો હતો. છેલ્લા કેટલાક સમય પહેલા આ યુવાનને થાપાના હાડકાનું ફ્રેક્‍ચર થયું હતું પરંતુ યોગ્‍ય સારવારના અભાવે પથારી વસ થઈ જતાં આખરે થાપાનો જોઈન્‍ટ બદલવાની નોબત આવી હતી. આવી હેમી હીપ રિપ્‍લેસમેન્‍ટની જરૂરિયાતવાળા યુવાને પારડી હોસ્‍પિટલ ખાતે ચાલતા ફ્રી કેમ્‍પમાં લાવી દાખલ કરવામાં આવ્‍યો હતો.
હાલ દર્દીની વયને જોતા 25 થી 30 વર્ષ સુધી વાપરી શકાય એવા ઈ-પ્‍લાન્‍ટની જરૂર હતી. પરંતુ યુવાનની આર્થિક પરિસ્‍થિતિ સારી ન હોવાથી પારડી હોસ્‍પિટલે વિનામૂલ્‍યે ઓર્થોપેડિક સર્જન ડોક્‍ટર કેયુર પટેલના હસ્‍તે બિલકુલ ફ્રીમાં ઓપરેશન કરી આપ્‍યું હતું. શરૂઆતમાં 25,000 થીવધુનો ખર્ચ ધરાવતા આ ઓપરેશન માટે માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્રના ટ્રસ્‍ટી ચેતનભાઈ ચાપાનેરીએ ખર્ચ આપવાની તૈયારી દર્શાવી હતી પરંતુ આ સેવાકિય યજ્ઞમાં હમ અકેલે થે લોગ જુડતે ગયે કારવા બનતા ગયાની યુતિને સાર્થક કરતા આ ઈ-પ્‍લાન્‍ટ મેન્‍યુફેક્‍ચરિંગ કરી આપનારને પણ રજૂઆત કરતા તેમણે પણ કોઈ પણ મૂલ્‍ય લેવા વગર ફ્રીમાં આ ઈપ્‍લાન્‍ટ દર્દીને આપી માનવતા મહેકાવી હતી.
પારડી હોસ્‍પિટલના ઓર્થોપેડીક સર્જન કેયુર પટેલે ફ્રીમાં ઓપરેશન કરી ફક્‍ત બે દિવસની અંદર જ પથારીવશ થયેલ આ યુવાનને વોકર સાથે ચાલતો કરી દીધો હતો જેને જોઈ તેના સગા વહાલાઓ અને હોસ્‍પિટલના સ્‍ટાફમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

Related posts

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

Leave a Comment