Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

સી.એન.જી. પમ્‍પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્‍પ સંચાલકોએ પાડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ રહેનાર છે. સમસ્‍ત ગુજરાત સી.એન.જી. પમ્‍પ સંચાલક ફેડરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે.
સી.એન.જી. હવેના સમયમાં અત્‍યંત આવશ્‍યક ઈંધણ બની ગયેલ છે. કાર સહિત મોટાભાગના વાહનો સી.એન.જી. વડે ચાલી રહ્યા છે.સી.એન.જી. ઈંધણ પર્યાવરણ બચાવે છે તેમજ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ કરતા કિંમત પણ ઓછી છે તેથી સી.એન.જી. સંચાલિત 75 ટકા જેટલા વાહનો દોડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ પ્રતિક હડતાલ પાડી હતી. સંચાલકો દ્વારા સામુહિક અચોક્કસ મુદતી હડતાલ પાડવાનું કારણ એ છે કે ડીલર્સો માર્જીન વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 55 મહિનાથી ડીલર્સ માર્જીન-કમિશનમાં વધારો કરાયો નથી. ફેડરેશનએ કમિશન વધારાની માંગણી માટે 1 દિવસની અગાઉ પ્રતિક હડતાલ પણ પાડી હતી. તેમ છતાં વાટાઘાટો કોઈ નિષ્‍કર્સ ઉપર નહીં આવતા અંતે આગામી તા.03 માર્ચથી વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેડરેશનની જાહેરાત મુજબ ઉતરી જનાર છે.

Related posts

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

Leave a Comment