Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

હાઈવે ઓથોરિટીના બેદરકારીભર્યા કારભાર વચ્‍ચે થાલા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ઉભરાતી ગટરની ગંદકી અને મસમોટા ખાડાઓથી સ્‍થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ્‌

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના થાલામાં નેશનલ હાઈવેનાસર્વિસ રોડ ઉપર હોટલ અને હોસ્‍પિટલ નજીક છેલ્લા ઘણા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે.અને ગટરનું ગંદુ પાણી મોટી માત્રામાં સર્વિસ રોડ પરથી વહી રહ્યું છે. જેને લઈને તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. સર્વિસ રોડ પર ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ત્‍યાં નજીકમાં જ એક હોસ્‍પિટલ અને હોટલ પણ છે. ત્‍યારે ગંદકીના કારણે મચ્‍છર જેવા જીવાતાનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે. વધુમાં નજીકમાં રહેણાંક વિસ્‍તારમાં પણ હોવાથી ખાસ કરીને રાહદારીઓ અને દ્વિચક્રીય વાહન ચાલકો પર ત્‍યાંથી પસાર થતા કાર સહિતના વાહનોથી ગંદુ પાણી ઉડે તેવામાં તેઓની હાલત કફોડી થઈ જતી હોય છે. આ અંગે સ્‍થાનિક રહીશો અને આગેવાનો દ્વારા રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્‍યું નથી અને લાંબા સમયથી પરિસ્‍થિતિ જૈસે થે ની જ છે.
હાઈવે ઓર્થોરિટી દ્વારા ગંદા પાણીનું આ રીતે સર્વિસ રોડ ઉપર જાહેરમાં ખુલ્લામાં વહન થતું અટકાવી કાયમી નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ ભારત સરકારના જ સ્‍વચ્‍છતા અભિયાનનો જાણે છેદ ઉડાડી રહ્યો હોય તેમ લાગે છે.
આ ઉપરાંત થાલામાં હાઈવેના સર્વિસ રોડ પણ ઠેર ઠેર ખાડીઓ પણ છે. પેટ્રોલપંપ નજીક તો મસમોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્‍માતનો ભય સતાવી રહ્યો છે.સર્વિસ રોડનીસપાટી ઠેર ઠેર તૂટી જવા પામી છે.પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા મરામત કરવાની તસ્‍દી પણ લેવાતી નથી ત્‍યારે તગડો ટોલટેક્‍સ વસુલનાર હાઈવે તંત્રને વાહન ચાલકોની સુવિધા અને સલામતીની કોઈ પડી જ ન હોય તેમ લાગે છે.

Related posts

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment