December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ના 13 વોર્ડ માટેની ચૂંટણીનું બહાર પડેલું જાહેરનામું: 20મી જૂનના બપોરે 3 વાગ્‍યા સુધી દાખલ કરી શકાશે નામાંકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.13
દીવ નગરપાલિકાના 13 વોર્ડ માટે યોજાનારી સામાન્‍ય ચૂંટણીનું આજે જાહેરનામું પ્રશાસકશ્રી દ્વારા બહાર પડાતાની સાથે જ ઉમેદવારી પત્રક ભરાવાનો પણ આરંભ થયો હતો. પરંતુ આજે દીવ નગરપાલિકામાં એક પણ ઉમેદવારી પત્રક જમા થઈ શક્‍યું નથી.
ઉમેદવારી પત્રક જાહેર રજાને છોડી સવારે 11 વાગ્‍યાથી બપોરના 3 વાગ્‍યા દરમિયાન તા.20મી જૂન, 2022 સુધી જમા કરી શકાશે. ઉમેદવારી પત્રકની ચકાસણી દીવ કલેક્‍ટરાલય ખાતે તા.21મી જૂનના રોજ સવારે 11 વાગ્‍યાથી શરૂ કરાશે. ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તિથિ 23મી જૂન, 2022ના બપોરના 3 વાગ્‍યા સુધી નિર્ધારિત છે. ઉમેદવાર દ્વારા લેખિત રૂપથી અધિકૃત કરાયેલ તેમના ચૂંટણી એજન્‍ટ અથવા પ્રસ્‍તાવક દ્વારા પણ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. ઉમેદવારીપત્રક પરત ખેંચાયા બાદ ખાલી બેઠકો માટે તા.7મી જુલાઈ, 2022ના રોજ સવારે 8 વાગ્‍યાથી સાંજના 5 વાગ્‍યા સુધી મતદાન કરી શકાશે અને મત ગણતરી 9મી જુલાઈના રોજ નિર્ધારિત કરાઈ છે.

Related posts

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

‘મને આપનો ચહેરો વ્‍યવસ્‍થિત રીતે જોવા દો. જેથી હું સ્‍વર્ગમાં જાઉં તો ત્‍યાં પણ તમને શોધી શકું!’

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવાયા

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

Leave a Comment