Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

નાની વહીયાળની ઉમેદભાઈ દોશી સાર્વજનિક ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍કૂલનું સતત 3 વર્ષે 100 ટકા પરિણામ આવતા સન્‍માન એનાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ આયોજીત શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિક વિતરણ સમારોહ અને વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાની 100 ટકા પરિણામ લાવનાર શાળાઓના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓનો સન્‍માન સમારંભ પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિને સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વલસાડ ખાતે યોજાયો હતો.
જેમા વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાની વહીયાળ તા.ધરમપુરના આચાર્ય શ્રી અને જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિક્ષણ સમિતીના સભ્‍ય શૈલેશકુમાર રઘુભાઈ પટેલ અને શિક્ષક શ્રી હિરેનભાઈ નાયકનુ શાળાનુ છેલ્લા ત્રણ વર્ષથી ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગનુ 100 ટકા પરિણામ આવેલ છે તે બદલ ગુજરાત સરકારના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનાહસ્‍તે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્‍ય શ્રીઓશ્રી ભરતભાઈ, શ્રી રમણલાલ પાટકર, જિ.પં પ્રમુખ શ્રીમતિ અલકાબેન શાહ, કલેક્‍ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે એફ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બારીયાની ઉપસ્‍થિતમાં પ્રમાણપત્ર, પુષ્‍પ ગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

Related posts

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

Leave a Comment