October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

16 લાખ 87 હજાર જેટલી માતબર રકમનો મુદ્દામાલ કબજેઃ અનેક રાજકારણીઓ તથા વકીલોના ફોન પારડી પોલીસ સ્‍ટેશનને રણક્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20
આજરોજ મળેલ બાતમીને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ બી.જે.સરવૈયાએ પારડી તાલુકાના સાંસદના ગામ પરીયા ખાતે વિજયભાઈ દેસાઈની મકાનની પાછળ ખુલ્લા શેડમાં ગંજી પત્તાના જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા રેડ કરી હતી જ્‍યાં ખુલ્લેઆમ હાર-જીતનો જુગાર રમતા હતા. જુગાર રમતા વિજયભાઈᅠલાલભાઈ દેસાઈ (ઉ.વ. 68), પિયુષભાઈᅠકાંતિલાલ દેસાઈᅠ(ઉ.વ. 50), સુધીરભાઈ મગનભાઈ દેસાઈᅠ(ઉ.વ. 56), દક્ષેશભાઈ કિશોરભાઈ દેસાઈᅠ(ઉ.વ. 51), સંજીવભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (ઉ.વ. 59), રજનીભાઈ નાગરજીભાઈ દેસાઈ (ઉ.વ. 64), હેમંતભાઈ બળવંતરાય દેસાઈ (ઉ.વ. 60), દોલતરાય પરાગજીભાઈᅠદેસાઈᅠ(ઉ.વ. 84), નિરંજનભાઈ હીરૂભાઈᅠદેસાઈᅠ(ઉ.વ. 72), તુષારભાઈ ગુલાબભાઈ દેસાઈᅠ(ઉ.વ. 56), સંદીપભાઈ રામદાસ કરાડે (ઉ.વ. 43)ને ઝડપી પાડયા છે. 11 જેટલા સિનિયર સિટીઝન એવા મોભીઓને ઝડપી પાડી દાવ ઉપર મુકેલા 590 અંગ જડતીના 75120 દસ મોબાઈલ 62 હજાર અને ઈનોવા કાર 10 લાખ, સિફટ કાર 5 લાખ એકટીવા 50000 મળી કુલ રૂા.16,87, 710 મુદ્દામાલ કબજે કરી તમામને જેલને હવાલે કરી દીધા હતા.
સાંસદના ગામ એવા પરીયામાંથી દેસાઈ પરિવારમાંથી આવતા તમામ સિનિયર સિટીઝન એવા મોભી ઝડપાઈ જતા અનેક રાજકારણીઓ તથા વકીલોના ફોન પારડી પોલીસ સ્‍ટેશનને રણકયા હતા તથા તમામને છોડાવવા પારડી પોલીસ સ્‍ટેશનને આવી ચડ્‍યા હતા.

Related posts

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

મોટી દમણ નવા જમ્‍પોર માંગેલા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દહેરીની ટીમ વિજેતા

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment