December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

એલ.સી.બી.એ રૂા.3.68 લાખનો મુદ્દામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: એલ.સી.બી.એ વાપી કોળીવાડમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી વલવાડા બી.એસ.એન.એલ. ટેલિફોન એક્ષચેન્‍જ ટાવરની નાની મોટી બેટરીઓ સાથે રૂા.3.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચઆરોપીઓની ધરપકડ કરી હતી.
એલ.સી.બી. પી.આઈ. બારડના માર્ગદર્શન હેટળ એલ.સી.બી. ટીમે ગતરોજ વાપી કોળીવાડ ઈન્‍ડિયન બેંકની પાછળ આવેલ યાદવ માર્કેટમાં કાર્યરત આરિફ નામના ઈસમના ગોડાઉનમાં રેડ કરી હતી. કાર્યવાહીમાં નાની મોટી બેટરી નં.48 કિં.48000, 4 મોબાઈ રૂા.20 હજાર અને રૂા.3 લાખની કાર મળી રૂા.3.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એલ.સી.બી.એ આરોપી મોહંમદ શુભરાતી, રહે.વાપી કોળીવાડ, વિકાસ ગોવિંદ પ્રસાદ વર્મા રહે.ભડકમોરા, રોશન ફકીરરામ રહે.ચણોદ કોલોની, મોહમદ નસીબ બદરૂદ્દીન ખાન રહે.છીરી નામના પાંચ આરોપીની ધરપકડ કરી હતી. આ પૈકી મોહમદ નસીબ વર્ષ 2012માં ચોરીના કેસમાં જીઆઈડીસીમાં ઝડપાયેલો હતો.

Related posts

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

Leave a Comment