December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના સાયલી ખાતે પી.ટી.એસ. અને ક્રિકેટ સ્‍ટેડિયમની આજુબાજુના વિસ્‍તારમાં દીપડો દેખાયો હોવાની જાણકારી મળતા વનવિભાગ સતર્ક થઈ ગયું હતું અને દીપડાને પકડવા માટે પાંજરૂં ગોઠવવામાં આવ્‍યું છે સાથે ગ્રામજનો તેમજ પ્રદેશના લોકોને સલામતીના માટે સાવચેતીના પગલા અનુસરવા વિનંતી કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેતા જણાવાયું છે કે, બાળકોને એકલા જવા દેવા નહિ, પાલતુ પ્રાણીઓને એકાંત જગ્‍યાએ જવા દેવા નહિ, કુતરાઓનેપાંજરે બાંધેલા રાખવા ઘર તેમજ જમીન તરફ વન્‍ય પ્રાણીને આકર્ષે જેવા ખાદ્ય પદાર્થ તેમજ ઝાડી ઝાંખરાંથી સાફ રાખવું, વાહન સાવચેતી રાખીને ચલાવવું અને જો કોઈને દીપડાની કોઈપણ હલચલ, દીપડાના પંજાના કે કોઈપણ પ્રકારના ભનક લાગે તો તાત્‍કાલિક વનવિભાગના અધિકારીઓ અથવા તો કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

Leave a Comment