July 30, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

આદિવાસી બહેનોએ વિવિધ રમતો રમીને મહિલા દિવસની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.06: આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસને હજીરા કાંઠા વિસ્‍તાર અને ઉમરપાડાના આદિવાસી વિસ્‍તારની બહેનો માટે યાદગાર બન્‍યો હતો. એ માટે નિમિત્ત બન્‍યું છે અદાણી ફાઉન્‍ડેશન હજીરા. આંતરરાષ્‍ટ્રીય મલિહા દિવસની ઉજવણી કોઈ પ્રવચન કે અન્‍ય રીતે ન ઉજવીને અદાણી ફાઉન્‍ડેશન સાથે સંકળાયેલા 70 જેટલા સખી મંડળની ચારસો જેટલી બહેનો માટે રમતોત્‍સવ સાથે અનોખી રીતે ઉજવ્‍યો હતો. રોજિંદા કામોથી અળગા થઈને આ બહેનોએ વિવિધ રમત સ્‍પર્ધામાં ભાગ લઈને અને ગરબા રમીને ખૂબ આનંદ અને મનોજરંજન સાથે આ મહિલા દિવસઉજવ્‍યો હતો.
અદાણી ફાઉન્‍ડેશન, હજીરા દ્વારા કાંઠા વિસ્‍તારના ગામોમાં કાર્યરત લગભગ પ0 જેટલા સખી મંડળની બહેનો માટે સુવાલીના દરિયા કાંઠે વિવિધ રમત સ્‍પર્ધાનું આયોજન થયું હતું. ચોર્યાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન પટેલ અને અન્‍ય આગેવાનોની હાજરીમાં હજીરા વિસ્‍તારના ગામોની 200થી વધુ મહિલાઓ દોરડા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતો રમી હતી અને આખરે સુવાલીના દરિયાકાંઠે ગરબા રમીને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.
એવી જ રીતે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી બહેનો દ્વારા ઘાણાવડ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડા તાલુકાના ઘાણાવડ, ચોખવાડા, જૂમવાડી અને ઉમરગોટાની બહેનોએ સંગીત ખુરશી, દોરડા ખેંચ અને લીંબુ ચમચી જેવી રમત રમી હતી. બહેનોને રોજિંદા કામોથી અલગ મનોરંજક રમતોનો ખૂબ આનંદ લીધો હતો. સ્‍પર્ધામાં વિજેતા બહેનોને પ્રોત્‍સાહન ઈનામ અપાયા હતા. મહિલા સશક્‍તિકરણ અને સખી મંડળની બહેનો આત્‍મનિર્ભર બને એ અંગે વિશેષ માર્ગદર્શન પણ અપાયું હતું.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

vartmanpravah

‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ગ્રીન ઈન્‍ડિયા”ની પહેલઃ દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નગરી વાપી ઈ-વાહનોના મેન્‍યુફ્રેક્‍ચરનું હબ બન્‍યું

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

Leave a Comment