October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા તા.10/03/2023ના શુક્રવારે સવારે 09.30 થી 2.00 કલાક દરમ્‍યાન શ્રી કળષ્‍ણપ્રણામી જૂના મંદિર ટ્રસ્‍ટ, પ્રણામી મહોલ્લો, છીપવાડ, વલસાડખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગો, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિશ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબધિત સર્વે રોગોની વિનામૂલ્‍યે તપાસ કરી મફત દવાઓનું અને રોગપ્રતિકારક ઉકાળાનુ વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન સ્‍થળ પર જ આપવામાં આવશે.
આ ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા, હોમીયોપેથી ચાર્ટ તથા વાનગીઓનું આહાર પ્રદર્શન, વનસ્‍પતિ પ્રદર્શન, યોગ અને પ્રાણાયામ સંબધિત માર્ગદર્શન સ્‍કૂલના બાળકો માટે આયુર્વેદ અને યોગ સંબધિત ચિત્ર સ્‍પર્ધા રાખવામાં આવી છે. જેની નોંધ લઈ કેમ્‍પના સ્‍થળે બહોળી સંખ્‍યામાં આવીને લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

Leave a Comment