January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: ચીખલી તાલુકાના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મીથલભાઈ સામે ગ્રામ પંચાયતના આઠ સભ્‍યો પૈકી સાત જેટલા સભ્‍યો દ્વારા પંચાયતની વિવિધ સમિતિઓમાં સભ્‍યોને વિશ્વાસમાં લીધા વિના નિમણૂક, વિકાસના કામો સમયસર ન થવા, પંચાયતની કામગીરી બાબતે વિશ્વાસમાં ન લેવા સહિતના મુદ્દાઓ સાથે અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરી હતી.
વોટ સભ્‍યોની અવિશ્વાસની દરખાસ્‍ત સંદર્ભે ટીડીઓ શ્રી ચેતનભાઇદેસાઈ દ્વારા હુકમ કરાતા સોમવારના રોજ વિસ્‍તરણ અધિકારી ભારતીબેનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં સાત જેટલા મતો પડતા બે તૃતિયાંશ બહુમતી પસાર થતા સરપંચે સરપંચ પદ ગુમાવવાની નોબત આવી છે, જોકે ત્રણેક દિવસની સમય મર્યાદા બાદ તાલુકા પંચાયત દ્વારા ડેપ્‍યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે. ત્‍યારે કોર્ટ કે અન્‍ય જગ્‍યાએથી ત્રણ દિવસમાં મનાઈ હુકમ સરપંચ ન મેળવી શકશે તો તેમણે સરપંચ પદ ગુમાવવું પડશે તે નિヘતિ જણાઈ રહ્યું છે.
છેલ્લા 15 દિવસમાં સાદકપોર અને ઢોલુમ્‍બર એમ બે ગ્રામ પંચાયતના સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થવા પામી છે.

Related posts

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

Leave a Comment