September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

વાપીમાં વન-ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેવાના હતા

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલનો તા.04 એપ્રિલના રોજ વાપી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગો અનુસાર મુખ્‍યમંત્રીશ્રીનો વાપી કાર્યક્રમ મોકુફ રખાયો છે.
ગુજરાત રાજ્‍ય મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલનો તા.04 એપ્રિલના રોજ વાપી ખાતે વન-ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમ મુલતવી રખાયો છે. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી, રત્‍નાકર, પ્રદિપસિંહ વાઘેલા જેવા રાજ્‍ય સ્‍તરના નેતાઓ ઉપસ્‍થિત રહેવાના હતા. આ અંગે વલસાડ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related posts

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment