September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગ દ્વારા ઈન્‍ટર કોલેજ હરીફાઈનું આયોજન ક્રિકેટ ગ્રાઉન્‍ડ સાયલી ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં એસએસઆર કોલેજ, ડો.એપીજે અબ્‍દુલ કલામ, નર્સિંગ કોલેજ અને દેવકીબા કોલેજના ખેલાડીઓએ ભાગ લીધો હતો. મહિલા ખેલાડીઓ ટેનિસ બોલથી અને પુરુષ ટીમે સીઝન બોલથી ક્રિકેટ રમ્‍યા હતા. આ હરીફાઈમા એસએસઆર કોલેજ અને દેવકીબા કોલેજના વચ્‍ચે ફાઈનલ રમાઈ હતી. જેમા એસએસઆર કોલેજ વિજેતા અને દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહી હતી.

Related posts

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

Leave a Comment