Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મત ગણતરી માટે ચૂંટણી વિભાગ સજ્જઃ મત ગણતરી દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ નહીં બને તે માટે જિલ્લા પ્રશાસન પણ સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે લોકસભા બેઠક માટેની મત ગણતરી 4થી જૂનના રોજ સવારે 8:00 વાગ્‍યાથી ત્રણેય જિલ્લામાં શરૂ થશે. આજે સંઘપ્રદેશના ચીફ ઈલેક્‍ટોરોલ ઓફિસર શ્રી ટી. અરૂણે જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, લોકસભાની દમણ અને દીવ બેઠક માટેની મત ગણતરી દમણ અને દીવ બે સ્‍થાને કરાશે. જ્‍યારે દાદરા નગર હવેલીમાં એક જ સ્‍થાને મત ગણતરી આટોપવામાં આવશે.
દમણ ખાતે 12 ટેબલમાં 9 રાઉન્‍ડ, દાદરા નગર હવેલી 14 ટેબલમાં 23 રાઉન્‍ડ અને દીવ ખાતે 10 ટેબલમાં 5 રાઉન્‍ડ દરમિયાન મત ગણતરી સંપન્ન કરાશે.
આગામી તા.4થી જૂનના રોજ સવારે 8 વાગ્‍યાથી શરૂ થનારી મત ગણતરી દરમિયાન સૌથી પહેલાં પોસ્‍ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્‍યારબાદ ઈવીએમના મતોની ગણતરી થશે.
લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ બપોરના 12:30 વાગ્‍યા સુધી જાહેર થવાની સંભાવના છે. જ્‍યારે દાદરા નગર હવેલીબેઠકનું પરિણામ બપોરના 2:00 વાગ્‍યા સુધી બહાર પડવાની ધારણા વ્‍યક્‍ત થઈ રહી છે.
મત ગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્‍છનીય ઘટના નહીં બને તે માટે પ્રદેશ પ્રશાસન સતર્ક બની કામ કરી રહ્યું છે અને પરિણામની ઘોષણા બાદ લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક કઈ તરફ વળી છે તેની સ્‍પષ્‍ટતા પણ થઈ જશે.

Related posts

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર નરેન્‍દ્ર કુમાર સેવાનિવૃત્તઃ નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં દીવ ન.પા.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું જાહેરનામું બહાર પાડી બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

vartmanpravah

Leave a Comment