October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

ડુંગરા પોલીસે સ્‍થળ ઉપર અને અંગ જડતીમાં રૂા.6380 નો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: અત્‍યારે વાપી વિસ્‍તારમાં સમગ્ર જગ્‍યાએ ઠેર ઠેર ગણેશ મહોત્‍સવની ધુમ ચાલી રહી છે. તેની સાથે સાથે ગણેશ પંડાલોમાં જુગાર રમતા લોકો પણ ઝડપાઈ રહ્યા છે. આજે સોમવારે વાપી નજીક સલવાવ ગામે મંદિર પાસે પ્રસ્‍થાપિત કરેલા ગણેશ પંડાલનીપાછળ જુગાર રમતા પાંચ યુવાનો ડુંગરા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
આસ્‍થા અને ધર્મ સાથે સંકળાયેલ ગણેશ મહોત્‍સવને આજના યુવાનો લાંછન લગાવી રહ્યા છે. શનિવારે વાપી નજીક કોચરવા ગામે ગણેશ પંડાલમાં જુગાર રમતા 10 ઉપરાંત યુવાનો ઝડપાયા હતા. તેવો જ બીજો બનાવ આજે સલવાવ ગામે બન્‍યો હતો. મંદિર પાસે આવેલ ગણેશ પંડાલની પાછળ જુગાર રમાઈ રહ્યો હતો તે દરમિયાન ડુંગરા પોલીસે રેડ કરી હતી. કાર્યવાહીમાં ભાવેશ કોળી પટેલ, અશોક ભંડારી, માલવભાઈ, અંકિત અને હેતલ નામના પાંચ યુવાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે અંગ ઝડતી અને દાવના મળી કુલ રોકડા રૂા.6380 મુદ્દામાલ તરીકે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

Leave a Comment