કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ સભાગળહમાં સ્વચ્છાગ્રહીઓના સન્માન સાથે લાભાર્થીઓને ડસ્ટબિન, આઈસ બોક્સ અને સ્ટોલ છત્રીનું વિતરણ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણમાં આજરોજ સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે. જે દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વચ્છતા પ્રહરી એપનું વિમોચન કરશે. આ દરમિયાન સ્વચ્છાગ્રહીઓનું સન્માન કરવામાં આવશે અને લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.
સ્વચ્છતા સંકલ્પ દરમિયાન નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે સવારે 11:45 વાગ્યે ‘સ્વચ્છતા અભિયાનઃ આદતોં કો બદલને કા આંદોલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વચ્છતા પ્રહરી એપનું વિમોચન કરશે. સાથે સાથે જિંગલનું પણ વિમોચન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ સ્વચ્છાગ્રહીઓને ટી-શર્ટ અને કેપ, લાભાર્થીઓને ડસ્ટબિન અને આઈસ બોક્ષ તથા સ્ટોલ છતરીનું વિતરણ કરશે.