Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને દાનહ જિ.પં.ના સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ વોક એન્‍ડ રન ઈવેન્‍ટનું કરાવેલું પ્રસ્‍થાન

ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટનો ઉદ્દેશ્‍ય ફિટનેસને પ્રોત્‍સાહન આપવા અને તંદુરસ્‍ત જીવનશૈલીને પ્રોત્‍સાહિત કરવાનો : સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. ચાર્મી પારેખ

default
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ક્રિષ્‍ના કેન્‍સર એઇડ એસોસિએશનના સહયોગથી સેલવાસ સ્‍માર્ટ સિટી લિમિટેડે, આજે એક નોંધપાત્ર કાર્યક્રમ ‘વી આર અનસ્‍ટોપેબલ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રનનું આયોજન કર્યું હતું. આ ઇવેન્‍ટનો હેતુ ફિટનેસ, લિંગ સમાનતાને પ્રોત્‍સાહન આપવા અને તંદુરસ્‍ત જીવનશૈલીને પ્રોત્‍સાહિત કરવાનો અને સ્‍વતંત્રતાની ભાવનાને ઉજાગર કરવાનો હતો. જેમાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના સહભાગીઓ અનુક્રમે 3 અને 5 કિલોમીટર ચાલવા અને દોડવા માટે એકસાથે એકત્રિત થયા હતા. આ ઈવેન્‍ટમાં યતી નામની સૌથી નાની વયની સ્‍પર્ધક 2.5 મહિનાની હતી.
આ પ્રસંગે સૌ પ્રથમ દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા દ્વારા ઝંડી બતાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આયોજીત 3 અને 5 કિલોમીટર ચાલવા તથા દોડમાં 500થી વધુ વ્‍યક્‍તિઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.દરમિયાન સહભાગીઓ નિશ્ચય અને દ્રઢતાની ભાવના પર વધુ ભાર આપતા, ‘વી આર અનસ્‍ટોપેબલ’ (અમે અણનમ છીએ) સૂત્ર સાથે ટી-શર્ટ પહેરેલા જોવા મળ્‍યા હતા.
3 અને 5 કલોમીટર ચાલવાની અને દોડવાની સ્‍ટેડિયમ પાર્કિંગ, કલેક્‍ટર ઑફિસની સામે, સેલવાસથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આસપાસના વિસ્‍તારોની સુંદરતા દર્શાવતા શહેરના મુખ્‍ય સ્‍થળોને આવરી લીધા હતા. ચાલ/દોડ દરમિયાન સહભાગીઓ ઉત્‍સાહપૂર્ણ સંગીત અને માર્ગ પરના સ્‍વયંસેવકોના ઉત્‍સાહથી પ્રેરિત થયા હતા.
આ ઇવેન્‍ટમાં તમામ વય જૂથો અને ફિટનેસ સ્‍તરની વ્‍યક્‍તિઓએ ભાગ લીધો હતો, જેમણે એકતા અને પ્રોત્‍સાહનનું વાતાવરણ બનાવ્‍યું હતું. સહભાગીઓને નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો અને ફિનિશર મેડલ મેળવ્‍યા હતા.
આ પ્રસંગે સેલવાસ સ્‍માર્ટ સિટી લિમિટેડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર સુશ્રી ચાર્મી પારેખે જણાવ્‍યું હતું કે, આ ઇવેન્‍ટનો ઉદ્દેશ્‍ય ફિટનેસને પ્રોત્‍સાહન આપવા અને તંદુરસ્‍ત જીવનશૈલીને પ્રોત્‍સાહિત કરવાનો હતો, અને અમને મળેલા પ્રતિસાદથી અમે ખુશ છીએ. અમે ઇવેન્‍ટને ભવ્‍ય સફળ બનાવવા માટે તમામ સહભાગીઓ અને સ્‍વયંસેવકોનો આભાર માનીએ છીએ. ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ એ સ્‍વતંત્રતા, તંદુરસ્‍તી અને સમુદાયની ભાવનાની ઉજવણી હતી. આ ઈવેન્‍ટ જબરદસ્‍ત સફળ રહી અનેસહભાગીઓ અને આયોજકોને એકસરખી લાગણી અનુભવ માટે પ્રેરિત કર્યા હતા.

Related posts

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

વલસાડનાં ઉંટડી ગામે મહિલાઓ સંચાલિત સેનેટરી પેડ ઉત્‍પાદન કેન્‍દ્રનો શુભારંભ

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

Leave a Comment