Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

10થી 20 વર્ષની વયજૂથમાં 10 કિ.મી.ની દોડમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ સેલવાસની શ્રુતિ મૌર્ય પ્રથમ અને રેણુકા ચૌધરીએ મેળવેલું દ્વિતીય સ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ગો ગર્લ્‍સ’ 3 અને 5 કિમી નાઇટ રનની ચોથી આવૃત્તિ દમણના સમુદ્ર કિનારે લાઇટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં કુલ 1000થી વધુ બાળકો તથા મહિલાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
દમણના દરિયા કિનારે યોજાયેલ નાઇટ રનમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની શ્રુતિ મૌર્ય અને રેણુકા ચૌધરીએ 10 થી 20 વર્ષની વયજૂથમાં 10 કિલોમીટરની દોડમાં પ્રથમ સ્‍થાન અને રેણુકા ચૌધરીએ દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું હતું. તેની સાથે 21થી 40 વર્ષની વયજૂથમાં સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રમુખ સુશ્રી ચાર્મી પારેખે પણ ભાગ લીધો હતો અને વિજેતા બનીને પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું.
આ પ્રસંગે સુશ્રી ચાર્મીપારેખે તમામ વિજેતાઓની સાથે દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડ શ્રુતિ મૌર્ય અને સેલવાસની રેણુકા ચૌધરીને પણ મેડલ પહેરાવીને પ્રોત્‍સાહિત કર્યા અને ભેટ આપી અભિનંદન પાઠવ્‍યા હતા. સુશ્રી ચાર્મી પારેખે જણાવ્‍યું હતું કે, છોકરીઓ અને મહિલાઓએ પોતાની ફિટનેસને ધ્‍યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અધિકારીઓ આવે છે અને જાય છે, પરંતુ મેં મારા કાર્યકાળ દરમિયાન દમણથી શરૂ કરેલી શ્રેણીનો ચોથો તબક્કો હજુ પણ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે અને તેમાં સહભાગીઓની સંખ્‍યા પણ વધીને 1000થી વધુ થઈ છે.
આ સફળ ‘ગો ગર્લ્‍સ નાઇટ રન ઇવેન્‍ટ’ માટે સમાજ કલ્‍યાણ વિભાગ દમણે તમામ આયોજકોનો આભાર માન્‍યો હતો.

Related posts

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment