October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

15 જેટલા ફાયર ફાયટરો કલાકો સુધી આગ બુઝાવવાની જહેમત ઉઠાવી : છાશવારે ભંગારના ગોડાઉનોમાં લાગતી આગ ચિંતાજનક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14 : વાપી ડુંગરી ફળીયા વિસ્‍તાર એટલે ભંગાર ગોડાઉનોનો વિસ્‍તાર. સેંકડો ભંગારના ગોડાઉનો અહીં ધમધમી રહ્યા છે. આજે મંગળવારે મળસ્‍કે 3:30 કલાકના સુમારે અચાનક મળસ્‍કેજ અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો. સ્‍થાનિક લોકોની જાણ બાદ નજીકના તમામ ફાયર બ્રિગેડમાં આગની જાણ કરાઈ હતી. તેથી આગની ભિષણતા નિરખાયા બાદ એક પછી એક 15 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.
વાપી ડુંગરી ફળીયામાં ભંગાર ગોડાઉનોની થપ્‍પી લાગેલી છે. તેમાં અનેક એવા ગોડાઉન પણ છે જેમાં જ્‍વલનશીલ પદાર્થોના ડ્રમ-કારબા, કોરૂરેગેટ બોક્ષ, પ્‍લાસ્‍ટીક વેસ્‍ટના ગંજ જમાયેલા રખાય છે. તેથી અવારનવાર ભંગારના ગોડાઉનો આગની લપેટમાં આવતા રહ્યા છે. આજે પણ એક સાથે એક પછી એક ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્‍તારો હોવાથી સમગ્ર વિસ્‍તારમાં અફરા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. લોકોમાં રીતસરનો ગભરાહટનોમાહોલ છવાઈ જવા પામેલ. આગ લાગવાનું કારણ જાણ શકાયું નથી, પણ ભંગારના ગોડાઉનોમાં છાશવારે લાગતી આગો વાપી માટે ચિંતાજનક હકિકત છે.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર દ્વારા વીજદરમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

Leave a Comment