October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શહેરનું નામ બદલવાની જરૂર છે ‘‘ખુલ્લી ગટર શહેર’’: વાપી વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી રહેલી ગટરો અકસ્માતને આમંત્રી રહી છે

જવાબદાર વહિવટી તંત્રોની ગુનાહિત બેદરકારી શહેરમાં ઠેર ઠેર પથરાયેલી જાવા મળી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૧: સ્વચ્છ વાપી, નિર્મળ વાપી, ગ્રીન વાપી આ બધુ માત્ર સ્લોગનો જ બની ગયા છે. વાસ્તવિકતા વરવી અને કડવી છે. શહેરમાં અનેક જાહેર રસ્તાઅો ઉપર ખુલ્લી ગટરોની વસ્તી મોટા પ્રમાણમાં વધેલી જાવા મળે છે. અને ગમે તે ટાઈમે અકસ્માતો સર્જવા પર્યા બની રહી છે. ક્યાંક તો ખુલ્લી ગટરો મોતના કુવા સમાન ડગર ડગર નજર રાખી અકસ્માત સર્જવા માટે ઍકશનમાં ઉભેલી હોય તેવા બિહામણા દૃશ્ય વાપીમાં ડગલે પગલે જાવા મળી રહ્ના છે.
વાપી શહેરની અલગ ખાસિયત છે. અહીં નગરપાલિકા, નોટિફાઈડ, હાઈવે અોથોરિટી અને પીડબલ્યુડી જેવા વહિવટી તંત્રો સાથે સંકળાયેલી વાપી નગરી છે. તેથી તમામે તમામ ઍજન્સીઅો જાહેર વિકાસના કાર્યોમાં જાતરાયેલી છે જ તેથી કઈ ઍજન્સીઍ ક્યાં વેઠ વાળી છે તેનું પૃથકરણ કરવું પણ ક્યારેક ભારે પડી જાય ઍમ છે. હાઈવે હોય કે પાલિકા કે નોટીફાઈડના રોડ ઉપરની ગટરો ખુલ્લી, ક્યાંક અધુરા કામકાજના ખાડા, ક્યાંક ઍજન્સીઍ અધુરા રાખેલા કે છોડી દીધેલા કામ મળીને કુલ મુસીબતોનું સર્જન થાય છે તે પ્રજાને ભેટમાં મળી રહ્નાં છે. આગામી સમયે ચોમાસામાં ખુલ્લી ગટરો જીવલેણ બને તો નવાઈ નહી.

Related posts

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

લાખો રૂપિયાના ખર્ચે પાકી બનાવાયેલ મજીગામ માઇનોર કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને કોંક્રિટના જોવા મળી રહેલા હાડ પિંજર

vartmanpravah

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

Leave a Comment