તા.11 અને 12 ડિસેમ્બરે મિટીંગમાં 3 નામની પેનલ નક્કી કરી પ્રદેશમાં મોકલાવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લા ભાજપ મંડળ સમિતિઓ પૈકી વાપી, ઉમરગામ, કપરાડા, વાપી નોટિફાઈડ પાંચ મંડળોના પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તા.7 અને 8 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી તા.7 શનિવાર સુધી જુદા જુદા મંડળો માટે કુલ 37 ફોર્મ ભરાયા હતા અને દાવેદારી નોંધાવી હતી.
ડિસેમ્બર અંત સુધી ભાજપની પાંચ મંડળ સમિતિના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તેથી તા.11 અને 12 ડિસેમ્બરે જિલ્લા સ્તરે મિટીંગ યોજાશે. દાવેદારોના ફોર્મની ચર્ચા હાથ ધરાશે તે પૈકી 3 નામની પેનલ બનાવીને પ્રદેશ મધ્યસ્થ કાર્યાલયમાં મોકલવામાં આવશે. જ્યાં આખરી અને અંતિમ નિર્ણય બાદ પાંચ મંડળ સમિતિનો પણ સમાપેશ હોવાથી નોટિફાઈડ વિસ્તારમાં કુલ 7 ફોર્મ ભરાયા છે. તેથી માહોલ ગરમાયો છે. આંતરિક લોબીંગની શરૂઆત પ્રમુખ પદ મેળવવા માટે શરૂ થઈ ચૂકી છે. શનિવાર સુધીમાં ઉમરગામ તાલુકા ભાજપમાંથી 13 ફોર્મ, ઉમરગામ શહેર પ્રમુખ માટે 8 ફોર્મ, વાપી તાલુકામાંથી 05 ફોર્મ, નોટીફાઈડમાંથી 07 ફોર્મ, કપરાડામાંથી 04 ફોર્મ મળી કુલ 37 ફોર્મ ભરાયા છે. પ્રમુખપદના ઉમેદવારોની વયમર્યાદા પણ આ વખતે 40 અને 45 ની જાહેર કરાઈ છે ત્યારે કાર્યકરોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર અંત સુધી પ્રમુખોના નામ ઉપર પ્રદેશમાંથી મહોર મારી દેવાશે.