Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશના પ્રશાસકે દાનહ જિ.પં.ના કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી શામળાજીની પ્રતિમા ભેટ આપી સભ્‍યોને ભગવાન શ્રીકૃષ્‍ણની માફક અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ લડવાનો આપેલો માર્મિક સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિલ્લા પંચાયતના 15 અને નગરપાલિકાના સભ્‍યોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલીના પરિવારવાદની રાજનીતિમાંથી આઝાદ થયેલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સભ્‍યો હવે સ્‍વતંત્ર બની વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના સભ્‍ય બનવાના રોમાંચ સાથે આજે પ્રદેશના પ્રશાસકની મુલાકાત લીધી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે અંગત રસ લેવા તમામ સભ્‍યોને અનુરોધ કર્યો હતો અને પ્રશાસનનો અભિગમ હંમેશા લોકાભિમુખ અને છેવાડેના લોકોના વિકાસનો હોવાનું જણાવ્‍યુંહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખવા માટે પોતાના કાર્યાલયમાં રહેલી ભગવાન શામળાજીની પ્રતિમા ભેટ આપી ભગવાન શ્રી કૃષ્‍ણની જેમ અન્‍યાય અત્‍યાચાર અને પરિવારવાદ સામે સખત લડાઈ આપવાનો પણ સંદેશ આપ્‍યો હતો.

Related posts

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાનો આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

Leave a Comment