Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

પરીક્ષા કેન્‍દ્ર પર કુમકુમ તિલક, પુષ્‍પ અને પેન આપી પરીક્ષાર્થીઓનું કરાયું સ્‍વાગત: ધો. 10નું ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં જોવા મળેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, દમણ, દીવ, તા.14: સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં ગુજરાત બોર્ડની 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્‍દ્રો પર વહીવટીતંત્રના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામ પરીક્ષાર્થીઓને ફૂલ, ચોકલેટ અને પેન આપી શુભેચ્‍છા પાઠવી હતી. આજે ત્રણેય જિલ્લામાંથી ધોરણ-10માં પ્રથમ ભાષા વિષયની પરીક્ષામાં કુલ 6817 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12મા સામાન્‍ય પ્રવાહના એકાઉન્‍ટ વિષયની પરીક્ષામાં કુલ 2031 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ભૌતિકશાષા વિષયની પરીક્ષામાં કુલ 1184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની માર્ગદર્શિકા અનુસાર તમામ પરીક્ષા કેન્‍દ્રો પર વહીવટીતંત્ર દ્વારા સીસીટીવીથી તમામ સુરક્ષા વ્‍યવસ્‍થા સુનિヘતિ કરવામાં આવી હતી. આજની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
પરીક્ષા કેન્‍દ્ર પર પરીક્ષાર્થીઓને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કુમકુમ તિલક લગાવી, ફુલ અને બોલપેન આપી એમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વિજ્ઞાન પ્રવાહ માટે સેલવાસ પરીક્ષા કેન્‍દ્ર પરકલેકટર શ્રીમતી ભાનુ પ્રભા અને એસ.પી. શ્રી આર.પી. મીણાના હસ્‍તે દીપ પ્રાગટય કરી પરીક્ષાર્થીઓનું સ્‍વાગત કરી એમને શુભકામના પાઠવી હતી. ઝંડાચોક સેન્‍ટર પર એસ.પી. શ્રી અનુપ કુમારના હસ્‍તે વિદ્યાર્થીઓને ફૂલ અને બોલપેન આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશમા કુલ નવ પરીક્ષા કેન્‍દ્ર બનાવવામાં આવ્‍યા છે, જેમા ધોરણ-10ના કુલ 4168 વિદ્યાર્થીઓમાંથી 4088વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્‍યારે 80 ગેરહાજર રહ્યા હતા. ધોરણ-12 સામાન્‍ય પ્રવાહમાં 1341માંથી 1331 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સાયન્‍સના 579માંથી 569 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ-10નું ગુજરાતી ભાષાનું પેપર હતું જ્‍યારે ધોરણ-12 સામાન્‍ય પ્રવાહ માટે ભાષાનું અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું. આજનુ પહેલું પેપર સરળ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
જ્‍યારે દમણ કેન્‍દ્રમાં ધો.10ના કુલ 1998 વિદ્યાર્થીઓમાંથી 1963 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્‍યારે 35 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

Related posts

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની થયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

Leave a Comment