Vartman Pravah
Breaking Newsદીવ

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
ભારત સરકાર દર વર્ષે કલા ઉત્‍સવ કાર્યક્રમનું આયોજન કરે છે. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવવાનો છે.
દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાનો વિદ્યાર્થી અભિષેક હરેશ શાહ શાસ્ત્રીય ગાયન હરિફાઇમાં યુ.ટી. સ્‍તરે પસંદગી પામ્‍યા બાદ રાષ્‍ટ્રીય સ્‍તરે કૃતિ રજૂ કરી અને દીવનું ગૌરવ વધાર્યુ છે. વિદ્યાર્થી અભિષેકને માર્ગદર્શન શાળાના સંગીત શિક્ષક જિજ્ઞેશ ટીલાવતે આપી હતી. સાતત બે વર્ષ સુધી રાષ્‍ટ્રીય સ્‍તરે પહોંચનાર દીવનો આ પ્રથમ વિદ્યાર્થી છે.
આ સિધ્‍ધી બદલ શિક્ષણાધિકારી શ્રી દિલાવર મન્‍સુરી, શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી આર.કે.સિંઘ અને શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ અભિષેકને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નાની દમણની માછીમાર સમાજની શેરીમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

Leave a Comment