Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

સેન્‍ટર નંબર 6632 નાનીવહીયાળ હાઈસ્‍કૂલમાં એસએસસી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14 : તા.14 માર્ચ 2023 થી શરુ થતી એસએસસી બોર્ડની પરીક્ષાનું સેન્‍ટર નંબર-6632 વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા નાનીવહીયાળ કેન્‍દ્ર પ્રથમવાર ફાળવેલ હતુ. જેમા નાનીવહીયાળ હાઈસ્‍કૂલ, દિવાલય માધ્‍યમિક અને ઉ.મા. શાળા ફુલવાડી અને સરકારી માધ્‍યમિક શાળા ધામણીના કુલ-335 વિદ્યાર્થીઓમાંથી કુલ-332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના ટ્રસ્‍ટીઓ અને શાળાના આચાર્ય સ્‍થળ સંચાલક શ્રી શૈલેશકુમાર આર. પટેલ શાળા વાલીમંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, સભ્‍યો જુગલભાઈ, નારણભાઈ અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ફુલ આપી ચોકલેટ, સાકર ખવડાવી શુભેચ્‍છાઓ અને શુભકામના પાઠવી હતી.

Related posts

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્‍યાન અકસ્‍માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત

vartmanpravah

Leave a Comment