Vartman Pravah
Other

દીવમાં ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂઃ પરીક્ષાર્થીઓને અધિકારીઓ અને જાયન્ટ્સ ગ્રુપે પાઠવેલી શુભેચ્છા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સવારે માધ્‍યમિક ગુજરાત બોર્ડ લ્‍લ્‍ઘ્‍ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા દેનાર વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારવા તથા શુભકામનાઓ પાઠવવા દીવ પ્રશાસનીય અધિકારીઓ શાળાના પરિસરમાં ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ અને દીવ કલેકટર ફવર્મન બ્રહ્માના માર્ગદર્શનમાં તથા એજ્‍યુકેશન અધિકારી આર.કે. સિંઘના નેતૃત્‍વમાં દીવ જિલ્લામાં માધ્‍યમિક બોર્ડની પરીક્ષા માટે ત્રણ સેન્‍ટરમાં બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું. બોર્ડની પરીક્ષા પહેલા દીવ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા, બુચરવાડા સ્‍કૂલમાં ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રા તથા ઘોઘલા સ્‍કૂલમાં પણ અન્‍યઅધિકારીઓ ઉપસ્‍થિત રહી પરીક્ષા દેનાર વિધાર્થીઓને તિલક, ફુલ, બોલપેન તથા ચોકલેટ આપી મોઢુ મીઠું કરાવી શુભેચ્‍છા પાઠવી હતી. તેજ રીતે બપોરે પણ ધોરણ 12 ની પરક્ષા લેવામાં આવી હતી. જેમાં દીવ એસપી શ્રી મની ભૂષણ સિંહ ઉપસ્‍થિત રહીને વિદ્યાર્થીઓને પેન, ફુલ તથા સાકર ખવડાવીને શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દીવ જાયન્‍ટસ ગૃપના હોદેદારો અને સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્‍થિત રહી સહયોગ આપ્‍યો હતો. સાથે પ્રિન્‍સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. દીવ સ્‍કૂલમાં ધોરણ દશ બોર્ડની પરીક્ષામાં 896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્‍યારે બારમાની પરીક્ષામાં કુલ 710 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન પોલીસ વિભાગની ટીમ અને મેડિકલ વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ ભય મુક્‍ત રીતે પરીક્ષા આપી શકે.

Related posts

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment